બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯
ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.