જાણે પોતે લાલચોળ સામ્યવાદી હોય તેમ શ્રી ગાંધી ક્યારેક સામાજિક અને આર્થિક વિષયો પર બોલે છે. ગાંધીવાદનો અભ્યાસ કરનારી વ્યક્તિ શ્રી ગાંધીના લોકશાહી તરફી અને મૂડીવાદી વિરોધી ક્યારેક ક્યારેક ઉન્માર્ગી થતાં વિધાનોથી આશ્ચર્ય નહીં પામે. કેમકે ગાંધીવાદ કોઈ પણ અર્થમાં ક્રાંતિકારી સિધ્ધાંત નથી. તે એક ચડિયાતી રૂઢિચુસ્તતા છે. જ્યાં સુધી હિંદને સંબંધ છે ત્યાં સુધી તે ‘પ્રાચીનકાળ તરફ પાછા જાવ’ ના સૂત્રને તેના ઘ્વજ પર દર્શાવતો પ્રત્યાઘાતી સિધ્ધાંત છે. ગાંધીવાદનું ઘ્યેય હિંદના મૃત્યુ પામતા ભયંકર ભૂતકાળને પ્રોત્સાહિત કરવાનું, સજીવન કરવાનું છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.