Friday, December 30, 2011

૨૬ ડિસેમ્બર - ગાંધીવાદ




બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯

ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.

૩૧ ડિસેમ્બર - ગાંધીવાદ




ગુજરાતમાં અનામત બેઠકો નાબૂદ કરવા જમણેરી અંતિમવાદી આંદોલનકારીઓનું સરકારને આવેદનપત્ર, હિંદુ ફાસીવાદની પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ૧૯૮૧

ગાંધીવાદે જે કૈં બધું કર્યું છે તે હિંદુ ધર્મ અને તેના સિધ્ધાંતોને તાત્વિક રૂપે ઠરાવવા કર્યું છે. હિન્દુ ધર્મને ઢાંકી શકાય એમ નથી. એ અર્થમાં કે તે માત્ર નિયમોના એક ચોકઠા જેવો છે, જેના ચહેરા પર એક ઘાતકી અને અણઘડ વ્યવસ્થાની છાપ ઉપસેલી છે. ગાંધીવાદ તેને એક એવું તત્વચિંતન પૂરું પાડે છે, જે તેની સપાટીને સુંવાળી બનાવે છે; તેને સૌજન્ય અને આદર અર્પણ કરે છે અને આમ તેને બદલે છે એટલું જ નહિં પણ તે આકર્ષક લાગે તેમ તેને શણગારે છે.

૩૦ ડિસેમ્બર - ગાંધીવાદ




પંઢરપુરમાં સોલાપુર જિલ્લા દલિત પરિષદમાં ૧૯૩૭
મુંબઈમાં આઠમી રાષ્ટ્રીય સામાજિક પરિષદમાં સયાજીરાવનું ઉદઘાટકીય ભાષણ ૧૯૦૪

૨૯ ડિસેમ્બર - ગાંધીવાદ



રૂઢિચુસ્ત હિંદુ ધર્મમાં ન જડે તેવું ગાંધીવાદમાં શું છે? હિંદુ ધર્મમાં જ્ઞાતિપ્રથા છે, ગાંધીવાદમાં જ્ઞાતિપ્રથા છે. હિંદુ ધર્મ આનુવંશિક વ્યવસાયમાં માને છે કે તે રીતે ગાંધીવાદ પણ માને છે, હિંદુ ધર્મ આ દુનિયામાંની માનવીની સ્થિતિ અંગે પૂર્વ નિયતિરૂપે કર્મના સિધ્ધાંતને પુષ્ટિ આપે છે, ગાંધીવાદ પણ તેને પુષ્ટિ આપે છે. હિંદુ ધર્મ શાસ્ત્રની સત્તા સ્વીકારે છે, ગાંધીવાદ પણ સ્વીકારે છે. હિંદુ ધર્મ ઇશ્વરના અવતારોમાં માને છે અને ગાંધીવાદ પણ માને છે. હિંદુ ધર્મ મૂર્તિપૂજામાં માને છે. તે જ પ્રમાણે ગાંધીવાદ પણ માને છે.

૨૮ ડિસેમ્બર - ગાંધીવાદ


















બીજી ગોળમેજી પરિષદથી પાછા ફરેલાં ગાંધી સામે મુંબઈ બંદરે ૮૦૦૦ અસ્પૃશ્ય સ્ત્રી-પુરૂષોએ બતાવ્યા કાળા વાવટા ૧૯૩૧
પાકિસ્તાન અથવા ભારતના ભાગલા ગ્રંથ ૧૯૪૦

ગાંધીવાદ પ્રમાણે અસ્પૃશ્યો કાયદો ભણી શકે, તબીબી વિધા શીખી શકે, એન્જિનિયરીંગ અથવા તેમને જે કૈં ગમે તેનો અભ્યાસ કરી શકે. આ સારું છે, પણ તેમના જ્ઞાન અને વિધાનો ઉપયોગ કરવા અસ્પૃશ્યો શું સ્વતંત્ર હશે?

૨૭ ડિસેમ્બર - ગાંધીવાદ




જો કોઈ વાદ એવો હોય કે, જેણે લોકોએ જૂઠી સલામતીમાં ઊંઘાડી દેવામાં ધર્મનો અફીણ તરીકે ઉપયોગ કર્યો હોય તો તે ગાંધીવાદ છે. શેક્સપિયરને અનુસરીને કોઈ કહી શકે: ‘ડાહી ડાહી વાતો, કરામતો, તારું નામ ગાંધીવાદ...’

૨૬ ડિસેમ્બર - ગાંધીવાદ




બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯

ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.

૨૫ ડિસેમ્બર - ગાંધીવાદ












સવર્ણોએ ચવદાર તળાવનું શુદ્ઘિકરણ કરતાં સરકારે તળાવનું પાણી પીવાની દલિતોને મનાઈ ફરમાવી, પુન: ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું
મનુસ્મૃતિ દહન  દિન 

શુદ્રો જો સંપત્તિ ધરાવે તો તે બદલ હિંદુઓનો પવિત્ર કાયદો તેમને સજા કરતો હતો. ગરીબી લાદતો આ એક એવો કાયદો છે કે જેનો જોટો દુનિયામાં કયાંય ન જડે. ગાંધીવાદે શું કર્યું ? તેણે તે પ્રતિબંધ ઉઠાવી ન લીઘો. મિલકતનો ત્યાગ કરવાની શુદ્રની નૈતિક હિંમતને તેણે આશિવાર્દ આપ્યા. શ્રી ગાંધીના પોતાના જ શબ્દો ટાંકવા યોગ્ય છે. આ રહ્યા તે: ‘પોતાના ધાર્મિક કર્તવ્ય તરીકે જે શુદ્રો માત્ર સેવા જ કરે છે અને જે ક્યારેય પોતાની મિલકત ધરાવશે જ નહિં અને જેને  ખરેખર કશું ધરાવવાની આકાંક્ષા સુદ્ઘાં નથી તે હજારો પ્રણિપાતને યોગ્ય છે. ખુદ દેવો તેના પર પુષ્પવર્ષા કરશે.’

૨૪ ડિસેમ્બર - ગાંધીવાદ


કોલ્હાપુરમાં રાજારામ કોલેજનું વાર્ષિક વિધ્યાર્થી સ્નેહ મિલન ૧૯૫૨
પેરિયાર સ્મૃતિ દિન ૧૯૭૩

હિંદુઓનો પવિત્ર કાયદો તો ઠરાવે છે કે ઝાડુવાળાની સંતતિ ઝાડુ મારીને જ જીવશે. હિંદુ ધર્મમાં ઝાડુ વાળવાનું કામ પસંદગી નહોતી, પણ દબાણ હતું. ગાંધીવાદે શું કર્યું ? ઝાડુ વાળવાનું કામ તો સમાજની ઉદ્દાત સેવા છે તેવી પ્રશંસા કરીને તેણે તેને કાયમી કરવાનો પ્રયત્ન કર્યો.

૨૩ ડિસેમ્બર - ગાંધીવાદ



૨૨ ડિસેમ્બર - ગાંધીવાદ




પૂણે જિલ્લા કાયદા પુસ્તકાલય સમક્ષ સંસદીય લોકશાહી પર બાબાસાહેબનું વક્તવ્ય ૧૯૫૨

ગાંધીવાદ એક વિરોધાભાસ છે. તે વિદેશી શાસનમાંથી મુક્તિનો એટલે કે દેશની પ્રવર્તમાન રાજકીય રચનાના નાશનો દાવો કરે છે. બીજી બાજુ તે એક વર્ગના બીજા વર્ગ પરના આનુવંશિક વર્ચસ્વને એટલે કે બીજા વર્ગ પરના શાશ્વત વર્ચસ્વને અકબંધ જાળવવા પ્રયત્ન કરે છે. આ વિરોધાભાસ અંગે શું સ્પષ્ટતા છે?

૨૧ ડિસેમ્બર - ગાંધીવાદ



જાણે પોતે લાલચોળ સામ્યવાદી હોય તેમ શ્રી ગાંધી ક્યારેક સામાજિક અને આર્થિક વિષયો પર બોલે છે. ગાંધીવાદનો અભ્યાસ કરનારી વ્યક્તિ શ્રી ગાંધીના લોકશાહી તરફી અને મૂડીવાદી વિરોધી ક્યારેક ક્યારેક ઉન્માર્ગી થતાં વિધાનોથી આશ્ચર્ય નહીં પામે. કેમકે ગાંધીવાદ કોઈ પણ અર્થમાં ક્રાંતિકારી સિધ્ધાંત નથી. તે એક ચડિયાતી રૂઢિચુસ્તતા છે. જ્યાં સુધી હિંદને સંબંધ છે ત્યાં સુધી તે ‘પ્રાચીનકાળ તરફ પાછા જાવ’ ના સૂત્રને તેના ઘ્વજ પર દર્શાવતો પ્રત્યાઘાતી સિધ્ધાંત છે. ગાંધીવાદનું ઘ્યેય હિંદના મૃત્યુ પામતા ભયંકર ભૂતકાળને પ્રોત્સાહિત કરવાનું, સજીવન કરવાનું છે.

૨૦ ડિસેમ્બર - ગાંધીવાદ





મહાડમાં મનુસ્મૃતિનું દહન ૧૯૨૭

વર્ણવ્યવસ્થા જો જીવતી રહી તો તે ભગવદગીતાને કારણે. માણસના પ્રકૃતિગત ગુણના આધારે વર્ણો રચાયા છે તેવી દલીલ કરીને ગીતાએ વર્ણવ્યવસ્થાને તાત્વિક આધાર આપ્યો. વર્ણવ્યવસ્થાને ટેકો આપવા તથા મજબૂત બનાવવા ભગવદગીતાએ સાંખ્ય તત્વચિંતનનો ઉપયોગ કર્યો, નહિતર વર્ણવ્યવસ્થા સાવ નિરર્થક છે તેમ મનાયું હોત. તેનો ગળે ઊતરે તેવો આધાર આપીને વર્ણવ્યવસ્થાને નવો જીવનપટો આપવાનું પર્યાપ્ત તોફાન ભગવદગીતાએ કર્યું.

૧૯ ડિસેમ્બર - ગાંધીવાદ














ડો. પી. જી. સોલંકી જન્મજંયતી ૧૯૭૬

શ્રી ગાંધીએ જ્ઞાતિપ્રથાની ચર્ચા બદલીને વર્ણપ્રથાને સ્વીકારી. આથી, ગાંધીવાદ લોકશાહીની વિરુદ્ધ છે તે આક્ષેપમાં જરીકે ફેર પડતો નથી. હકીકતમાં તો વર્ણનો ખ્યાલ જ જ્ઞાતિના ખ્યાલનો જનક છે.

૧૮ ડિસેમ્બર - ગાંધીવાદ




દલિત શરણાર્થીઓની ભયાનક પરિસ્થિતિ અંગે નહેરુને વાકેફ કર્યાં ૧૯૪૭

શ્રી ગાંધી જાણે છે કે તેમના જ ગુજરાત પ્રાંતમાં કોઈ જ્ઞાતિએ લશ્કરી એકમ ઊભું કર્યું નહોતું. આ વિશ્વયુદ્ઘમાં તો તેણે નહોતું કર્યું, પણ જ્યારે શ્રી ગાંધીએ બ્રિટિશ શાહીવાદના ભરતી એજન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. ત્યારે ગયા વિશ્વયુદ્ઘમાં પણ નહોતું કર્યું. હકીકતમાં તો રક્ષણ માટે લોકોની સૈન્ય જમાવટ પણ જ્ઞાતિપ્રથા નીચે અશક્ય બને છે, કારણકે સૈન્ય જમાવટ માટે જ્ઞાતિપ્રથામાં રહેતા વ્યાવસાયિક સિધ્ધાંતની સામાન્ય નાબૂદી અનિવાર્ય છે.

૧૭ ડિસેમ્બર - ગાંધીવાદ




બીજા ઘણા લોકોએ જ્ઞાતિપ્રથાનો બચાવ કર્યો છે, પણ પહેલી જ વાર મેં તેના સમર્થનમાં આવી આઘાતજનક નહિ તો અસાઘારણ દલીલ જોઈ, રૂઢિચુસ્તો પણ કદાચ એમ કહેશે. ‘અમને શ્રી ગાંધીથી બચાવો’ આ જ દર્શાવે છે કે શ્રી ગાંધી હિન્દુત્વના કેવા ઊંડા, ગાઢા રંગે રંગાયેલા છે. રૂઢિચુસ્ત હિન્દુને પણ તેઓ અતિક્રમી ગયા છે. આ એક ગુફાવાસી માણસની દલીલ છે એમ કહેવું પણ પૂરતું નથી. આ તો સાચેસાચ ગાંડા માણસની દલીલ છે.

૧૬ ડિસેમ્બર - ગાંધીવાદ




૨૦૦૦ મહાર માંગ વેઠીયાની પરિષદ મહાર વતન પરના સરકારી વેરાનો વિરોધ ૧૯૩૯



રોયલ કમિશન સમક્ષ ભારતીય ચલણ અંગે બાબાસાહેબી રજૂઆત ૧૯૨૫

હિંદુ સમાજ ટકી રહ્યો છે અને અન્ય સમાજો મૃત્યુ પામ્યા છે કે અદ્દશ્ય થયા છે, તે સહેજ પણ અભિનંદનીય બાબત નથી. જો તે સમાજ જીવી રહ્યો હોય તો તેની જ્ઞાતિપ્રથાને કારણે નહીં પણ એટલા માટે કે આ હિંદુઓને જીતનારા વિજોતાઓને તેમની સામૂહિક હત્યા કરવાનું મુનાસિબ ન લાગ્યું. માત્ર જીવવામાં કશું ગૌરવ નથી, મહત્વનું છે જીવવાનું સ્તર.

૧૩ ડિસેમ્બર - ગાંધીવાદ



जय भीम

નાગપુરમાં સભા. જય ભીમ સૂત્રનો પ્રારંભ ૧૯૪૫

ટ્રસ્ટીશીપની વિચાર ધ્વારા ગાંધીવાદે એક એવું  સર્વરોગહર ઔષધ સૂચવ્યું છે, જે મૂજબ ધનાઢ્ય વર્ગો એમની મિલકતને ગરીબોના કલ્યાણ માટે ટ્રસ્ટની જેમ સાચવશે. ગાંધીવાદની વર્ગવિચારધારાનો આ સૌથી હાસ્યાસ્પદ ભાગ છે.

૧૨ ડિસેમ્બર - ગાંધીવાદ




ગાંધીવાદને કાલ્પનિક વર્ગભેદથી સંતોષ નથી. ગાંધીવાદ તો વર્ગ રચવાનો આગ્રહ રાખે છે. સમાજની વર્ગ રચવાને આદર આપે છે, એટલું જ નહીં પણ આવકભેદને પણ પવિત્ર માને છે અને પરિણામે ધનિક અને ગરીબ, ઉચ્ચ અને નીચ, માલિક તથા કામદારોને સમાજતંત્રના સ્થાયી અંગ ગણે છે. સામાજિક પરિણામોની દષ્ટિએ આનાથી વધુ ખતરનાક અન્ય કશું ન હોઈ શકે.