Friday, December 30, 2011

૨૫ ડિસેમ્બર - ગાંધીવાદ












સવર્ણોએ ચવદાર તળાવનું શુદ્ઘિકરણ કરતાં સરકારે તળાવનું પાણી પીવાની દલિતોને મનાઈ ફરમાવી, પુન: ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું
મનુસ્મૃતિ દહન  દિન 

શુદ્રો જો સંપત્તિ ધરાવે તો તે બદલ હિંદુઓનો પવિત્ર કાયદો તેમને સજા કરતો હતો. ગરીબી લાદતો આ એક એવો કાયદો છે કે જેનો જોટો દુનિયામાં કયાંય ન જડે. ગાંધીવાદે શું કર્યું ? તેણે તે પ્રતિબંધ ઉઠાવી ન લીઘો. મિલકતનો ત્યાગ કરવાની શુદ્રની નૈતિક હિંમતને તેણે આશિવાર્દ આપ્યા. શ્રી ગાંધીના પોતાના જ શબ્દો ટાંકવા યોગ્ય છે. આ રહ્યા તે: ‘પોતાના ધાર્મિક કર્તવ્ય તરીકે જે શુદ્રો માત્ર સેવા જ કરે છે અને જે ક્યારેય પોતાની મિલકત ધરાવશે જ નહિં અને જેને  ખરેખર કશું ધરાવવાની આકાંક્ષા સુદ્ઘાં નથી તે હજારો પ્રણિપાતને યોગ્ય છે. ખુદ દેવો તેના પર પુષ્પવર્ષા કરશે.’

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.