Friday, December 30, 2011

૨૬ ડિસેમ્બર - ગાંધીવાદ




બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯

ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.

૩૧ ડિસેમ્બર - ગાંધીવાદ




ગુજરાતમાં અનામત બેઠકો નાબૂદ કરવા જમણેરી અંતિમવાદી આંદોલનકારીઓનું સરકારને આવેદનપત્ર, હિંદુ ફાસીવાદની પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ૧૯૮૧

ગાંધીવાદે જે કૈં બધું કર્યું છે તે હિંદુ ધર્મ અને તેના સિધ્ધાંતોને તાત્વિક રૂપે ઠરાવવા કર્યું છે. હિન્દુ ધર્મને ઢાંકી શકાય એમ નથી. એ અર્થમાં કે તે માત્ર નિયમોના એક ચોકઠા જેવો છે, જેના ચહેરા પર એક ઘાતકી અને અણઘડ વ્યવસ્થાની છાપ ઉપસેલી છે. ગાંધીવાદ તેને એક એવું તત્વચિંતન પૂરું પાડે છે, જે તેની સપાટીને સુંવાળી બનાવે છે; તેને સૌજન્ય અને આદર અર્પણ કરે છે અને આમ તેને બદલે છે એટલું જ નહિં પણ તે આકર્ષક લાગે તેમ તેને શણગારે છે.

૩૦ ડિસેમ્બર - ગાંધીવાદ




પંઢરપુરમાં સોલાપુર જિલ્લા દલિત પરિષદમાં ૧૯૩૭
મુંબઈમાં આઠમી રાષ્ટ્રીય સામાજિક પરિષદમાં સયાજીરાવનું ઉદઘાટકીય ભાષણ ૧૯૦૪

૨૯ ડિસેમ્બર - ગાંધીવાદ



રૂઢિચુસ્ત હિંદુ ધર્મમાં ન જડે તેવું ગાંધીવાદમાં શું છે? હિંદુ ધર્મમાં જ્ઞાતિપ્રથા છે, ગાંધીવાદમાં જ્ઞાતિપ્રથા છે. હિંદુ ધર્મ આનુવંશિક વ્યવસાયમાં માને છે કે તે રીતે ગાંધીવાદ પણ માને છે, હિંદુ ધર્મ આ દુનિયામાંની માનવીની સ્થિતિ અંગે પૂર્વ નિયતિરૂપે કર્મના સિધ્ધાંતને પુષ્ટિ આપે છે, ગાંધીવાદ પણ તેને પુષ્ટિ આપે છે. હિંદુ ધર્મ શાસ્ત્રની સત્તા સ્વીકારે છે, ગાંધીવાદ પણ સ્વીકારે છે. હિંદુ ધર્મ ઇશ્વરના અવતારોમાં માને છે અને ગાંધીવાદ પણ માને છે. હિંદુ ધર્મ મૂર્તિપૂજામાં માને છે. તે જ પ્રમાણે ગાંધીવાદ પણ માને છે.

૨૮ ડિસેમ્બર - ગાંધીવાદ


















બીજી ગોળમેજી પરિષદથી પાછા ફરેલાં ગાંધી સામે મુંબઈ બંદરે ૮૦૦૦ અસ્પૃશ્ય સ્ત્રી-પુરૂષોએ બતાવ્યા કાળા વાવટા ૧૯૩૧
પાકિસ્તાન અથવા ભારતના ભાગલા ગ્રંથ ૧૯૪૦

ગાંધીવાદ પ્રમાણે અસ્પૃશ્યો કાયદો ભણી શકે, તબીબી વિધા શીખી શકે, એન્જિનિયરીંગ અથવા તેમને જે કૈં ગમે તેનો અભ્યાસ કરી શકે. આ સારું છે, પણ તેમના જ્ઞાન અને વિધાનો ઉપયોગ કરવા અસ્પૃશ્યો શું સ્વતંત્ર હશે?

૨૭ ડિસેમ્બર - ગાંધીવાદ




જો કોઈ વાદ એવો હોય કે, જેણે લોકોએ જૂઠી સલામતીમાં ઊંઘાડી દેવામાં ધર્મનો અફીણ તરીકે ઉપયોગ કર્યો હોય તો તે ગાંધીવાદ છે. શેક્સપિયરને અનુસરીને કોઈ કહી શકે: ‘ડાહી ડાહી વાતો, કરામતો, તારું નામ ગાંધીવાદ...’

૨૬ ડિસેમ્બર - ગાંધીવાદ




બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯

ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.

૨૫ ડિસેમ્બર - ગાંધીવાદ












સવર્ણોએ ચવદાર તળાવનું શુદ્ઘિકરણ કરતાં સરકારે તળાવનું પાણી પીવાની દલિતોને મનાઈ ફરમાવી, પુન: ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું
મનુસ્મૃતિ દહન  દિન 

શુદ્રો જો સંપત્તિ ધરાવે તો તે બદલ હિંદુઓનો પવિત્ર કાયદો તેમને સજા કરતો હતો. ગરીબી લાદતો આ એક એવો કાયદો છે કે જેનો જોટો દુનિયામાં કયાંય ન જડે. ગાંધીવાદે શું કર્યું ? તેણે તે પ્રતિબંધ ઉઠાવી ન લીઘો. મિલકતનો ત્યાગ કરવાની શુદ્રની નૈતિક હિંમતને તેણે આશિવાર્દ આપ્યા. શ્રી ગાંધીના પોતાના જ શબ્દો ટાંકવા યોગ્ય છે. આ રહ્યા તે: ‘પોતાના ધાર્મિક કર્તવ્ય તરીકે જે શુદ્રો માત્ર સેવા જ કરે છે અને જે ક્યારેય પોતાની મિલકત ધરાવશે જ નહિં અને જેને  ખરેખર કશું ધરાવવાની આકાંક્ષા સુદ્ઘાં નથી તે હજારો પ્રણિપાતને યોગ્ય છે. ખુદ દેવો તેના પર પુષ્પવર્ષા કરશે.’

૨૪ ડિસેમ્બર - ગાંધીવાદ


કોલ્હાપુરમાં રાજારામ કોલેજનું વાર્ષિક વિધ્યાર્થી સ્નેહ મિલન ૧૯૫૨
પેરિયાર સ્મૃતિ દિન ૧૯૭૩

હિંદુઓનો પવિત્ર કાયદો તો ઠરાવે છે કે ઝાડુવાળાની સંતતિ ઝાડુ મારીને જ જીવશે. હિંદુ ધર્મમાં ઝાડુ વાળવાનું કામ પસંદગી નહોતી, પણ દબાણ હતું. ગાંધીવાદે શું કર્યું ? ઝાડુ વાળવાનું કામ તો સમાજની ઉદ્દાત સેવા છે તેવી પ્રશંસા કરીને તેણે તેને કાયમી કરવાનો પ્રયત્ન કર્યો.

૨૩ ડિસેમ્બર - ગાંધીવાદ



૨૨ ડિસેમ્બર - ગાંધીવાદ




પૂણે જિલ્લા કાયદા પુસ્તકાલય સમક્ષ સંસદીય લોકશાહી પર બાબાસાહેબનું વક્તવ્ય ૧૯૫૨

ગાંધીવાદ એક વિરોધાભાસ છે. તે વિદેશી શાસનમાંથી મુક્તિનો એટલે કે દેશની પ્રવર્તમાન રાજકીય રચનાના નાશનો દાવો કરે છે. બીજી બાજુ તે એક વર્ગના બીજા વર્ગ પરના આનુવંશિક વર્ચસ્વને એટલે કે બીજા વર્ગ પરના શાશ્વત વર્ચસ્વને અકબંધ જાળવવા પ્રયત્ન કરે છે. આ વિરોધાભાસ અંગે શું સ્પષ્ટતા છે?

૨૧ ડિસેમ્બર - ગાંધીવાદ



જાણે પોતે લાલચોળ સામ્યવાદી હોય તેમ શ્રી ગાંધી ક્યારેક સામાજિક અને આર્થિક વિષયો પર બોલે છે. ગાંધીવાદનો અભ્યાસ કરનારી વ્યક્તિ શ્રી ગાંધીના લોકશાહી તરફી અને મૂડીવાદી વિરોધી ક્યારેક ક્યારેક ઉન્માર્ગી થતાં વિધાનોથી આશ્ચર્ય નહીં પામે. કેમકે ગાંધીવાદ કોઈ પણ અર્થમાં ક્રાંતિકારી સિધ્ધાંત નથી. તે એક ચડિયાતી રૂઢિચુસ્તતા છે. જ્યાં સુધી હિંદને સંબંધ છે ત્યાં સુધી તે ‘પ્રાચીનકાળ તરફ પાછા જાવ’ ના સૂત્રને તેના ઘ્વજ પર દર્શાવતો પ્રત્યાઘાતી સિધ્ધાંત છે. ગાંધીવાદનું ઘ્યેય હિંદના મૃત્યુ પામતા ભયંકર ભૂતકાળને પ્રોત્સાહિત કરવાનું, સજીવન કરવાનું છે.

૨૦ ડિસેમ્બર - ગાંધીવાદ





મહાડમાં મનુસ્મૃતિનું દહન ૧૯૨૭

વર્ણવ્યવસ્થા જો જીવતી રહી તો તે ભગવદગીતાને કારણે. માણસના પ્રકૃતિગત ગુણના આધારે વર્ણો રચાયા છે તેવી દલીલ કરીને ગીતાએ વર્ણવ્યવસ્થાને તાત્વિક આધાર આપ્યો. વર્ણવ્યવસ્થાને ટેકો આપવા તથા મજબૂત બનાવવા ભગવદગીતાએ સાંખ્ય તત્વચિંતનનો ઉપયોગ કર્યો, નહિતર વર્ણવ્યવસ્થા સાવ નિરર્થક છે તેમ મનાયું હોત. તેનો ગળે ઊતરે તેવો આધાર આપીને વર્ણવ્યવસ્થાને નવો જીવનપટો આપવાનું પર્યાપ્ત તોફાન ભગવદગીતાએ કર્યું.

૧૯ ડિસેમ્બર - ગાંધીવાદ














ડો. પી. જી. સોલંકી જન્મજંયતી ૧૯૭૬

શ્રી ગાંધીએ જ્ઞાતિપ્રથાની ચર્ચા બદલીને વર્ણપ્રથાને સ્વીકારી. આથી, ગાંધીવાદ લોકશાહીની વિરુદ્ધ છે તે આક્ષેપમાં જરીકે ફેર પડતો નથી. હકીકતમાં તો વર્ણનો ખ્યાલ જ જ્ઞાતિના ખ્યાલનો જનક છે.

૧૮ ડિસેમ્બર - ગાંધીવાદ




દલિત શરણાર્થીઓની ભયાનક પરિસ્થિતિ અંગે નહેરુને વાકેફ કર્યાં ૧૯૪૭

શ્રી ગાંધી જાણે છે કે તેમના જ ગુજરાત પ્રાંતમાં કોઈ જ્ઞાતિએ લશ્કરી એકમ ઊભું કર્યું નહોતું. આ વિશ્વયુદ્ઘમાં તો તેણે નહોતું કર્યું, પણ જ્યારે શ્રી ગાંધીએ બ્રિટિશ શાહીવાદના ભરતી એજન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. ત્યારે ગયા વિશ્વયુદ્ઘમાં પણ નહોતું કર્યું. હકીકતમાં તો રક્ષણ માટે લોકોની સૈન્ય જમાવટ પણ જ્ઞાતિપ્રથા નીચે અશક્ય બને છે, કારણકે સૈન્ય જમાવટ માટે જ્ઞાતિપ્રથામાં રહેતા વ્યાવસાયિક સિધ્ધાંતની સામાન્ય નાબૂદી અનિવાર્ય છે.

૧૭ ડિસેમ્બર - ગાંધીવાદ




બીજા ઘણા લોકોએ જ્ઞાતિપ્રથાનો બચાવ કર્યો છે, પણ પહેલી જ વાર મેં તેના સમર્થનમાં આવી આઘાતજનક નહિ તો અસાઘારણ દલીલ જોઈ, રૂઢિચુસ્તો પણ કદાચ એમ કહેશે. ‘અમને શ્રી ગાંધીથી બચાવો’ આ જ દર્શાવે છે કે શ્રી ગાંધી હિન્દુત્વના કેવા ઊંડા, ગાઢા રંગે રંગાયેલા છે. રૂઢિચુસ્ત હિન્દુને પણ તેઓ અતિક્રમી ગયા છે. આ એક ગુફાવાસી માણસની દલીલ છે એમ કહેવું પણ પૂરતું નથી. આ તો સાચેસાચ ગાંડા માણસની દલીલ છે.

૧૬ ડિસેમ્બર - ગાંધીવાદ




૨૦૦૦ મહાર માંગ વેઠીયાની પરિષદ મહાર વતન પરના સરકારી વેરાનો વિરોધ ૧૯૩૯



રોયલ કમિશન સમક્ષ ભારતીય ચલણ અંગે બાબાસાહેબી રજૂઆત ૧૯૨૫

હિંદુ સમાજ ટકી રહ્યો છે અને અન્ય સમાજો મૃત્યુ પામ્યા છે કે અદ્દશ્ય થયા છે, તે સહેજ પણ અભિનંદનીય બાબત નથી. જો તે સમાજ જીવી રહ્યો હોય તો તેની જ્ઞાતિપ્રથાને કારણે નહીં પણ એટલા માટે કે આ હિંદુઓને જીતનારા વિજોતાઓને તેમની સામૂહિક હત્યા કરવાનું મુનાસિબ ન લાગ્યું. માત્ર જીવવામાં કશું ગૌરવ નથી, મહત્વનું છે જીવવાનું સ્તર.

૧૩ ડિસેમ્બર - ગાંધીવાદ



जय भीम

નાગપુરમાં સભા. જય ભીમ સૂત્રનો પ્રારંભ ૧૯૪૫

ટ્રસ્ટીશીપની વિચાર ધ્વારા ગાંધીવાદે એક એવું  સર્વરોગહર ઔષધ સૂચવ્યું છે, જે મૂજબ ધનાઢ્ય વર્ગો એમની મિલકતને ગરીબોના કલ્યાણ માટે ટ્રસ્ટની જેમ સાચવશે. ગાંધીવાદની વર્ગવિચારધારાનો આ સૌથી હાસ્યાસ્પદ ભાગ છે.

૧૨ ડિસેમ્બર - ગાંધીવાદ




ગાંધીવાદને કાલ્પનિક વર્ગભેદથી સંતોષ નથી. ગાંધીવાદ તો વર્ગ રચવાનો આગ્રહ રાખે છે. સમાજની વર્ગ રચવાને આદર આપે છે, એટલું જ નહીં પણ આવકભેદને પણ પવિત્ર માને છે અને પરિણામે ધનિક અને ગરીબ, ઉચ્ચ અને નીચ, માલિક તથા કામદારોને સમાજતંત્રના સ્થાયી અંગ ગણે છે. સામાજિક પરિણામોની દષ્ટિએ આનાથી વધુ ખતરનાક અન્ય કશું ન હોઈ શકે.

૧૧ ડિસેમ્બર - ગાંધીવાદ
















ઓશો જન્મજંયતી

જે સમાજ લોકશાહીને આદર્શ તરીકે નથી સ્વીકારતો તે સમાજ માટે કદાચ ગાંધીવાદ સુપેરે બંધ બેસે. જે સમાજ લોકશાહીમાં માનતો નથી, તે યંત્રો અને તેના પર આધારિત સભ્યતા પ્રત્યે ઉદાસીન રહી શકે.

૧૦ ડિસેમ્બર - ગાંધીવાદ




કાયદા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં વકાલતનો પ્રારંભ ૧૯૫૧

ગાંધીવાદ નીચે સામાન્ય માણસે નજીવી રકમ મેળવવા સતત પરિશ્રમ કરવો જ પડશે અને પશુ બની રહેવું પડશે. જે ગાંધીવાદ પ્રકૃતિ પ્રત્યે પાછા વળવાની વાત કરે છે તે વિશાળ સમૂહને નગ્નતા તરફ, અતિ ગંદવાડ તરફ, ગરીબી તરફ અને અજ્ઞાનતા તરફ લઈ જવાની વાત કરે છે.

૯ ડિસેમ્બર - ગાંધીવાદ



૮ ડિસેમ્બર - ગાંધીવાદ




કાળુપુર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની દલિતોના મંદિર પ્રવેશ બાબતે અદાલતમાં હાર ૧૯૬૫

જો યંત્ર અને આધુનિક સંસ્કૃતિએ દરેકને લાભ ન આપ્યો હોય તો, તેનો ઉકેલ યંત્રો અને આધુનિક સંસ્કૃતિને વખોડવામાં નથી પણ સમાજનું તંત્ર સુધારવામાં છે કે જેથી તેના લાભો થોડાક લોકો છીનવી  ન લે પણ બધાને  તે મળે.

૭ ડીસેમ્બર














 (હવે ડો. આંબેડકર ચૈત્યભૂમિ તરીકે ઓળખાતી) ચોપાટી ખાતે બૌધ્ધવિઘિ પ્રમાણે અંતિમ સંસ્કાર ૧૯૫૬
ગાંધીવાદનું અર્થતંત્ર સાવ નિરાશાજનક છે, મિથ્યાં છે. યંત્રો અને આધુનિક સંસ્કૃતિએ અનેક દૂષણો જન્માવ્યાં છે તે હકીકત સ્વીકારી શકાય, પણ આ દૂષણો તેની વિરુદ્ધની દલીલો નથી. કારણ, આ દૂષણો યંત્રો કે આધુનિક સંસ્કૃતિને કારણે જન્મ્યા નથી. સમાજની ખોટી વ્યવસ્થાએ અંગત મિલકત અને અંગત લાભ પાછળની હોડને પવિત્ર માની હોવાથી તે ખોટી વ્યવસ્થાને કારણે તે જન્મ્યા છે.

૬ ડિસેમ્બર - ગાંધીવાદ














બાબાસાહેબનું મહાનિર્વાણ ૧૯૫૬

ગાંધીવાદને ઘડનાર વિચારો સાવ પ્રાથમિક જ છે. તેમાં પ્રકૃતિ પ્રતિ પાછા વળવાની, પશુ જિંદગી જીવવાની વાત છે. તેની સરળતા તે જ તેનો  એકમાત્ર ગુણ છે. આનાથી આકર્ષાનારા સાદા લોકોનું વિશાળ ટોળું હંમેશા અસ્તિત્વમાં હોવાથી આવા સરળ વિચારો કદી મરતા નથી અને તેમને ઉપદેશનાર કોઈ મહામૂર્ખ તો હોય જ છે.

૫ ડિસેમ્બર - ગાંધીવાદ

















બુધ્ધ અને તેમનો ઘમ્મ’ ગ્રંથની પ્રસ્તાવના ૧૯૫૬

આર્થિક દૂષણોના ગાંધીવાદી પૃથક્કરણમાં નવું કશું જ નથી. માત્ર યંત્રો તથા તેના પર રચાયેલી સભ્યતાને તેનું કારણ તે ગણે છે.

૪ ડિસેમ્બર - ગાંધીવાદ






સતી પ્રથા નાબૂદ કાનૂન ૧૮૨૯ 

૩ ડિસેમ્બર - ગાંધીવાદ




માલિકો અને કામદારો વચ્ચેના, ધનિક અને ગરીબ વચ્ચેના, જમીનદારો અને ગણોતિયા વચ્ચેના અને માલિક તથા નોકર વચ્ચેના આર્થિક સંઘર્ષનો તેમનો ઉકેલ ખૂબ સરળ છે. માલિકોએ તેમની સંપત્તિથી પોતાની જાતને વંચિત ન કરવી. તેમણે તો એટલું જ કરવાનું કે ગરીબોના ટ્રસ્ટી તરીકે પોતાને જાહેર કરવા. અલબત્ત આ ટ્રસ્ટ સ્વૈચ્છિક હશે અને આધ્યાત્મિક ફરજો બજાવતું હશે.

૨ ડિસેમ્બર - ગાંધીવાદ













ભોપાલમાં યુનિયન કાર્બાઈડના ઝેરી ગેસથી ૩૩,૦૦૦ લોકોનાં મૃત્યુ ૧૯૮૪

૧ ડિસેમ્બર - ગાંધીવાદ




કેટલાક ગાંધીવાદીઓએ ગાંધીવાદની વિભાવના ઉભી કરી છે, જે નરી કાલ્પનિક છે. આ વિભાવના પ્રમાણે ગાંધીવાદ એટલે ગાંમડાંમાં પાછા ફરવું અને ગામડાંને સ્વાયત્ત બનાવવું. તે ગાંધીવાદને  માત્ર પ્રાદેશિકતાવાદની ઘટના બનાવે છે, પણ મને ખાતરી છે કે ગાંધીવાદ પ્રાદેશિકતાવાદ જેટલો સરળ નથી કે એટલો નિર્દોષ પણ નથી.

૩૦ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો


અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બાબાસાહેબનું જાહેર સન્માન ૧૯૪૫

સગરને સાઠ હજાર પુત્રો હતા અને સો કૌરવો હતાં, દક્ષ પ્રજાપતિને સત્તાવીસ પુત્રીઓ હતી અને બીજા કેટલાંય પ્રસંગો હતા જ્યારે વિચારીએ છીએ, ત્યારે શું કોઈ એવું માની શકે ખરું કે એ સમયમાં બ્રહ્મચર્ય પળાતું હતું ?

૨૯ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ગુરુજી ગોવિંદ ટી. પરમારના અઘ્યક્ષપદે સાબરમતીના તટે ફેડરેશનની પરિષદ ૧૯૪૫

એવું કહેવાય છે કે આપણા લોકો આદ્યાત્મવાદી છે, જ્યારે પશ્ચિમવાસીઓ ભૌતિકવાદી છે. હવે તો આ પોપટિયું રટણ સાંભળી સાંભળીને કાન પાકી ગયા છે. આપણા લોકો કઈ રીતે આદ્યાત્મવાદી છે? શું આપણા લોકોએ દુનિયાનો ત્યાગ કર્યો છે અને બાવા બની ગયા છે? ‘આ બધી માયા છે.’ ‘સંસારી જીવન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ.’ એવું વારંવાર બોલ્યા કરવાથી શું લોકો આદ્યાત્મવાદી થઈ શકે ?

૨૮ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



મહાત્મા જ્યોતિરાવ ફૂલે સ્મૃતિ દિન ૧૮૯૦

આપણે એવું માની લઈએ કે આત્મસંયમથી અમુક વ્યક્તિઓ જન્મ-નિયંત્રણ લાવી શકે છે તો પણ, આપણે એવું તારણ કાઢી શકીએ નહિ કે બીજા લોકો તેઓના પગલે ચાલી શકશે.

૨૭ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ડો.આંબેડકરના પ્રમુખપદે સાતમી હિંદી કામદાર પરિષદ ૧૯૪૫
પાકિસ્તાનના દલિતોને ભારત આવવા અનુરોધ ૧૯૪૭

દેશ અને મારી વચ્ચે દેશ અગ્રિમસ્થાને રહેશે, દેશ અને દલિતો વચ્ચે દલિતો અગ્રિમસ્થાને રહેશે, દેશને અગ્રિમસ્થાન નહિ મળે.

૨૬ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો













સંવિધાન સભાએ બંધારણને મંજૂરી આપી.  ડો. આંબેડકરના પ્રદાનને અઘ્યક્ષ ડો.રાજેન્દ્રપ્રસાદે બિરદાવ્યું ૧૯૪૯



કેટલાક દેશો અને યુગોના અનુભવ પરથી, જન્મ-નિમંત્રણ માટે આત્મસંયમ તદ્દન નિરર્થક પૂરવાર થયો છે.

૨૫ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો












બંધારણસભાને બાબાસાહેબનું સંબોધન ૧૯૪૮
શિવાજી પાર્કમાં બે લાખ લોકોની સભાને બાબાસાહેબે સંબોધી ૧૯૫૧

૨૪ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



બહિષ્કૃત ભારત પાક્ષિકનું નામ બદલીને જનતા રખાયું ૧૯૩૦

જ્યારે જ્યારે દેશના અને અસ્પૃશ્યોના હિત વચ્ચે સંઘર્ષ થશે ત્યારે ત્યારે, મારા પૂરતું તો, અસ્પૃશ્યોનાં હિતનું સ્થાન દેશના હિત કરતા અગ્રિમ રહેશે. હું જુલમગાર બહુમતીને ટેકો નથી જ આપવાનો, માત્ર એ જ કારણસર કે તે દેશના નામે વાત કર્યા કરે છે. એ પક્ષને ટેકો હરગિજ નથી આપવાનો, કારણ કે તે દેશના નામે વાત કર્યા કરે છે.

૨૩ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



બાબાસાહેબ બૌધ્ધ તીર્થ ધામોની યાત્રાએ ૧૯૫૬

હું એમ કહું છું, ‘‘મને મારા સેઈફગાર્ડસ આપો, જે મારા માટે જરૂરી હોય.’’ તમારી લોકશાહી તમારી પાસે રાખી શકો છે.

૨૨ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ફેડરેશનના ચૂંટણી પ્રચારનો પ્રારંભ, પરેલ ૧૯૫૧

હું જાણું છું કે આ દેશમાં લઘુમતી કોમની વ્યક્તિ જ્યારે તેની કોમના અધિકારો માટે લડવા તૈયાર થાય છે ત્યારે આખું ટોળું તેની સામે ઊભું રહી જાય છે અને તેને કોમવાદીનું લેબલ આપી  દે છે, ભારતવિરોધી લેબલ આપી દે છે, અને તેને આ દેશના વિનાશ માટે કામ કરતી નોકરશાહીના કોઈ અમલદારના હાથમાં રમતાં પૂતળાનું લેબલ આપી દે છે.

૨૧ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



આ દેશમાં હું જે સ્થિતિ જોઉ છું. સમગ્ર ભારતભરમાં રચાયેલાં જુદાં જુદાં મંત્રીમંડળોની રાજકીય રચના હું જોઉ છું. તેના પરથી મારા ઘ્યાનમાં એક વાત આવી છે કે અસ્પૃશ્યો સામાજિક રીતે શુદ્રો છે અને કોંગ્રેસ સરકાર બનશે તો સ્થિતિની અનિવાર્યતા એવી છે કે આખરે તેના પરિણામે અમે રાજકીય રીતે શુદ્રો બની જઈશું. હું આ સહન નહીં કરું. એ સ્થિતિને જડમૂળથી ઉખેડી નાખવા માટે હું મારા લોહીના છેલ્લા બુંદ સુધી લડી લઈશ.

૨૦ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



કાઠમંડુમાં વિશ્વ બૌધ્ધ સંમેલન. ‘બુધ્ધ અને કાર્લ માર્ક્સ’ વિષય પર બાબાસાહેબનું પ્રવચન ૧૯૫૬

મહોદય, લોકોને વિધાનમંડળમાં જોડાતા અટકાવવા માટે ૧૯૩૦માં કોંગ્રેસીઓએ ક્યાં સૂત્રો પોકાર્યા હતા? એક સૂત્ર એ હતું, મને યાદ છે: પરિષદ મેં જાના હરામ હૈ, પરંતુ એટલું જ બસ નહોતું : પરિષદ મેં કૌન જાયેગા? ઢેડ જાયેગા, ચમાર જાયેગા, કોંગ્રેસીઓએ આવાં સૂત્રો પોકારેલાં.

૧૯ પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ઈન્દિરા ગાંધી જયંતી ૧૯૧૭

મારો કોઈ ટ્રસ્ટી નથી, હું ખુદ મારો ટ્રસ્ટી છું. તેઓ ભલે પોતાનું સંવિધાન ઘડે, પણ અમે અમારો અધિકાર માગીશું જ. તેઓ ગમે તેવી જોગવાઈઓ કરે, પણ અમારા માટેનાં એ સેઈફગાર્ડ પૂરતાં છે કે કેમ એ દલિતોના પ્રતિનિધિ નક્કી કરશે.

૧૮ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



૧૭ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ત્રીજી ગોળમેજી પરિષદનો પ્રારંભ ૧૯૩૨
જ્યારે કેટલાક લોકો એમ કહે છે કે આપણે  ભારતીય પહેલાં છીએ અને હિદુંઓ પછી અથવા તો મુસ્લિમો પછી છીએ ત્યારે એ મને નથી ગમતું. મને એનાથી તદ્દન સંતોષ નથી. હું સાફ સાફ કહું છુ કે મને એનાથી લગીરે સંતોષ નથી ..... હું તમામ લોકોને ભારતીય પહેલાં અને ભારતીય છેલ્લા જોવા માંગું છુ અને બીજું કશું નહિ પણ ભારતીયો જ જોવા માંગું છું.

૧૬ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



અનુસૂચિત જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા અમે લોકો મહારાષ્ટ્રીઅનો કે ગુજરાતીઓ કે કર્ણાટકીઓ હોવામાં કશું ગૌરવ અનુભવતા નથી.

૧૫ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



બંધારણસભામાં ઐતિહાસિક વક્તવ્ય ૧૯૪૬
ડો.જહોન્સને કહ્યું છે, ‘દેશભક્તિ એ લુચ્ચાઓનું છેલ્લું આશ્રયસ્થાન છે.’ તેઓ બહુ સારી રીતે એમ પણ કહી શક્યા હોત કે રાજકારણ પણ લુચ્ચાઓનું છેલ્લું આશ્રયસ્થાન છે અને આ કારણસર હું નથી માનતો કે ભારતમાં રાજકારણ લુચ્ચાઓનું આશ્રયસ્થાન બને એવું થવું જોઈએ અને એ જ કહેવા ઊભો થયો છું.




૧૪ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો


જવાહરલાલ નેહરુ જયંતી ૧૮૮૯
છૂઆછૂત નિવારક સંઘને દલિતોના નાગરિક અધિકારો માટે આંદોલન કરવાનો અનુરોધ ૧૯૩૨

ગેરકાયદે મંડળી, જોકે, આપણે જેની ઉપેક્ષા કરી શકીએ એવો ગુનો ન હોઈ શકે તેમ છતાં એ ચોક્કસ એટલો બધો ગંભીર ગુનો નથી કે જેના માટે ફટકારવાની શિક્ષા જેવી ભયંકર શિક્ષા કરી શકાય.

૧૩ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો




દલિતોના અલગ મતદાર મંડળની માંગનો વિરોધ કરવા ગાંધીજીનો મુસ્લિમોને અનુરોધ ૧૯૩૧

હું એ બાબતમાં નિશ્ચિત છું કે ધોરણસરના કદના સહકારી ખેતરો સ્થાપવાના પરિણામે, વિધેયક હેઠળ આપણે જે કંઈ માગીએ છીએ તે આપણને મળશે અને નાનાં ખેતરોના માલિકોને વિનાશમાંથી બચાવી લેવાશે.

૧૨ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો 

મોટાભાઈ બાળારામ આંબેડકરનું મૃત્યુ ૧૯૨૭
ગોળમેજી પરિષદનો પ્રારંભ ૧૯૩૦
ત્રાવણકોરના મહારાજનું મંદિર પ્રવેશ માટે જાહેરનામું ૧૯૩૬
એમાં કોઈ શંકા નથી કે માલિક અમુક ઉદ્યોગોમાં સ્ત્રીઓને કામે રાખે છે કારણ કે તેને એવું જણાય છે કે પુરૂષોને કામે રાખવાથી તેને જે ફાયદો થશે તેના કરતાં વધુ ફાયદો સ્ત્રીઓને રાખવાથી થશે.

૧૧ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



અસ્પૃશ્યતા નાબૂદી ઠરાવ પસાર કરવાનો ડિપ્રેસ્ડ ક્લાસીસ મિશનની સભાએ કોંગ્રેસને અનુરોધ કર્યો ૧૯૧૭

૧૦ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



મુંબઈ વિધાન પરિષદમાં ડો.આંબેડકર વતી પી. જે. રોહમનો કુટુંબ નિયોજનના સમર્થનમાં ક્રાન્તિકારી  પ્રસ્તાવ ૧૯૩૮

હિંદુ ધર્મ ધ્વારા સ્થાપિત સામાજિક અને ધાર્મિક આપખુદીએ મોટાભાગની આમ જનતાને કાયમી દાસત્વમાં રાખી છે. આવા  દાસત્વ હેઠળ જો તેઓનું પ્રારબ્ઘ સહ્ય બનતું હોય તો, તેનું કારણ એ છે કે વારસાઈના હિંદુ કાયદાઓએ ધનિક વર્ગના શાસનને ઉભું થતું અટકાવ્યું છે. મહોદય, આપણે સામાજિક દાસત્વમાં આર્થિક ગુલામી ઉમેરવા ઈચ્છતા નથી.

૯ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



હું માનું છું કે વધુ સારી રીત તો એ છે કે ઘોરણસરના વિસ્તારો માટે સરકારી  ખેતી શરૂ કરવી અને તેમાં સમાવિષ્ટ નાના પટ્ટાઓના માલિકોને ખાનગી માલિકીનો નાશ કર્યા વગર ખેતીમાં જોડાઈ જવાની ફરજ પાડવી.

૮ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો












પરેલમાં સમતા સૈનિક દળની સભાને ડો.આંબેડકરનું સંબોધન ૧૯૩૬

જો માણસો સામાજિક રીતે સ્વતંત્ર ન હોય તો એમને આર્થિક રીતે સ્વતંત્ર થવા દો.

૭ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ત્રીજી ગોળમેજી પરિષદમાં જવા બાબાસાહેબ ઈગ્લેન્ડ ઉપડ્યા ૧૯૩૨

મને ખાતરી છે કે જેઓ સેનેટમાં ચૂંટાશે તેઓ ઉપલા વર્ગમાંથી હશે અને તેઓ શિક્ષણ માટેની માગણી કરનારા પછાત વર્ગોની વહારે કદીય થાશે નહિં.