બીજા ઘણા લોકોએ જ્ઞાતિપ્રથાનો બચાવ કર્યો છે, પણ પહેલી જ વાર મેં તેના સમર્થનમાં આવી આઘાતજનક નહિ તો અસાઘારણ દલીલ જોઈ, રૂઢિચુસ્તો પણ કદાચ એમ કહેશે. ‘અમને શ્રી ગાંધીથી બચાવો’ આ જ દર્શાવે છે કે શ્રી ગાંધી હિન્દુત્વના કેવા ઊંડા, ગાઢા રંગે રંગાયેલા છે. રૂઢિચુસ્ત હિન્દુને પણ તેઓ અતિક્રમી ગયા છે. આ એક ગુફાવાસી માણસની દલીલ છે એમ કહેવું પણ પૂરતું નથી. આ તો સાચેસાચ ગાંડા માણસની દલીલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.