ડો. આંબેડકર - ગાંધી મુલાકાત મણીભુવન, મુંબઈ 1934
એક અસ્પૃશ્યને એમ કહેવું કે, ‘તું મુક્ત છે, તું નાગરિક છે, તારી પાસે નાગરિકના તમામ અધિકાર છે’ અને ગળિયો એવો મજબૂત કરવો કે આદર્શ એક ઘાતકી છલના છે એનો અહેસાસ કરવાની કોઈ જ તક એની પાસે બચે નહીં. અસ્પૃશ્યને તેમની ગુલામી અંગે સભાન બનાવ્યા વિના ગુલામ બનાવવાની આ રીત છે. એ અસ્પૃશ્યતા છે, છતાં ગુલામી છે. આડકતરી છે, છતાં વાસ્તવિક છે. તે સહ્ય છે, કારણ કે તે બેહોશી છે. બંને વ્યવસ્થામાં અસ્પૃશ્યતા બેશક બદતર છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.